ગુજરાત
News of Monday, 23rd September 2019

ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરીનું વેચાણ અટકાવવા પોલીસની દોડધામ: એલસીબીની ટીમે બાતમીના આધારે સે-28 ચરેડી નજીકથી કારને ઝડપી: દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે સે-ર૮ ચરેડી રેલ્વે ફાટક પાસેથી વિદેશી દારૂ અને બિયર ભરેલી કારને ઝડપી પાડી હતી અને તેમાં સવાર એક શખ્સને ઝડપી પાડયો હતો. જે સંદર્ભે સે-ર૧ પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે તેને પકડવા માટે પોલીસ દ્વારા દોડધામ પણ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પણ તમામ પોલીસ મથકો તેમજ એજન્સીઓને દારૂની પ્રવૃતિને બંધ કરાવવા અને હેરાફેરી કરતાં વાહનોને પકડવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબી- ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.જીતેન્દ્રસિંહને બાતમી મળી હતી કે સે-ર૮ ચરેડી પાસેથી એક દારૂ ભરેલી કાર પસાર થવાની છે

(5:53 pm IST)