ગુજરાત
News of Monday, 23rd September 2019

સુરતમાં સચિન હાઉસિંગ બોર્ડની બાજુમાં એમ્બ્રોડરીનું કારખાનું બંધ કરી રફુચક્કર થઇ જનાર શખ્સને પોલીસે ઝડપી પાડયો: કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

સુરત: સચીન હાઉસિગ બોર્ડની બાજુમાં ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભરત છગન માલવીયા સચીન જીઆઇડીસીમાં રોડ નં.43-બી પર રાધે ટેક્સટાઇલ નામે કાપડનું કારખાનું ધરાવે છે. વર્ષ 2018ના ફેબુ્રઆરી મહિનામાં પડોશમાં એમ્બ્રોઇડરી કારખાનું ધરાવતા યોગેશ કાંતીભાઇ વસોયા (રહે. ઇલા સોસાયટીઇન્ડિયા કોલોનીબાપુનગરઅમદાવાદ અને મૂળ ધંધુકાજિ. અમદાવાદ) સાથે પરિચય થયો હતો તેને કોટન સાડી નંગ 720 કિંમત રૃ.2.57 લાખ અને રૃ.3.82લાખની મત્તાનું ગ્રે-કાપડ આપ્યું હતું. પરંતુ તેનું પેમેન્ટ સમયસર ચુકવ્યું હતું. અને તેની ઉઘરાણી કરવા જતાં યોગેશ રાતોરાત કારખાનાને તાળા મારીને રવાના થઇ ગયો હતો. જેથી કારીગરો અને સુપરવાઇઝર પણ રઝળી પડયા હતા. પોતાની ઉઘરાણી માટે યોગેશને શોધતા-શોધતા કારખાનેદાર ભરત માલવીયા યોગેશના અમદાવાદ ખાતેના રહેણાંક પર ગયો હતો. પરંતુ તેના પિતાએ કહી દીધું હતું કેયોગેશ અમારા કહ્યામાં નથી. દરમિયાન શનિવારે યોગેશ સ્ટેશનના દિલ્લી ગેટ વિસ્તારમાં ભરતના ભાઇ અનિલની નજરે પડતા તેને પકડીને મહિધરપુરા પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભરત માલવીયાએ યોગેશ વિરૃધ્ધ સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.

(5:51 pm IST)