ગુજરાત
News of Monday, 23rd September 2019

સુરત: જરીનું કારખાનું ધરાવનાર શખ્સના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું:બંગલામાંથી 13.65 લાખની મતાનો હાથફેરો કર્યો

સુરત: ઘોડદોડ રોડ સ્થિત જમનાનગરની બાજુમાં સુરૃચિ સોસાયટીમાં રહેતા નિતીન યશલાલ કોટેચા (..59 મૂળ રહે. ચલાલાઅમરેલી) ભેસ્તાના યુનિટી એસ્ટેટમાં પ્લોટ નં.346થી 348માં મોર્ડન મેટાલીક પ્રા.લિમીટેડ નામે જરી મેન્યુફેકચરીંગનું કારખાનું ચલાવે છે.  પાર્લેપોઇન્ટ ઉમરીગર સ્કુલની બાજુમાં વૈભવ એપાર્ટમેન્ટમાં રહેતો બીજા નંબરના પુત્રની પત્ની ડિલીવરી માટે પિયર ગઇ હોવાથી પુત્ર કરણ પિતાના ઘરે રહેવા આવ્યો હતો. મોટો પુત્ર પરિન તેની પત્ની દિશા કારખાનેદાર સાથે રહે છે. બે દિવસ અગાઉ તેઓ સાથે જમ્યા બાદ સુઇ ગયા હતા. જયારે કારખાનેદાર નિતીન અને તેની પત્ની જયશ્રી બહાર ફરવા ગયા હતા અને રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં ઘરે આવી સુઇ ગયા હતા. દરમિયાનમાં બીજા દિવસે સવારે રાબેતા મુજબ તમામ પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા હતા અને બપોરના એકાદ વાગ્યાના અરસામાં જમ્યા બાદ બેડરૃમમાં સુવા ગયા હતા. ત્યારે બેડરૃમમાં બેડ પર મુકેલી સુટેકશ અધુરી ખુલ્લી હતી અને તેમાં મુકેલા પર્સમાંથી કબાટની ચાવી અને રોકડ મત્તા ગાયબ હતા. જેથી કબાટ ચેક કરતા તેમાંથી સોનાના અલગ-અલગ દાગીના અને રોકડ મત્તા મળી કુલ રૃ.13.65 લાખની મત્તા ગાયબ હતી. જેથી નિતીને પરિવારના તમામ સભ્યોની પુછપરછ કરી હતી. ઉપરાંત ઘરકામ કરવા આવનાર ત્રણ મહિલા જુલીબેનસંગીતાબેન અને સુમિત્રાબેનને પણ પુછયું હતું. પરંતુ તમામ અજાણ હોવાથી છેવટે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

(5:50 pm IST)