ગુજરાત
News of Monday, 23rd September 2019

બમરોલી-વડોદ નજીક કારખાનેદાર પાસેથી 43.38 લાખનું કાપડ ખરીદી વેપારી છૂમંતર: ત્રણ વેપારી વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

બમરોલી :બમરોલી-વડોદ રોડ સ્થિત સ્મોલ ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હાદક પોલી ફેબ નામે કાપડનું કારખાનું ચલાવતા હાર્દિક કાંતીભાઇ પટેલ (રહે. ચાઇના ગેટ વિભાગ-3ન્યુ સીટીલાઇટ રોડ) ઉધના બીઆરસી નજીક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જયવલ એન્ટરપ્રાઇઝ નામે ગોડાઉનના વહીવટકર્તા તીમીર મહેન્દ્ર પટેલ (રહે. હર્ષ બંગલોડીંડોલી)તેના પ્રોપાઇટર પાયલ વિપુલભાઇ પટેલ (રહે. ડી-વીંગશક્તિ ટાવરપ્રમુખ પાર્કપાંડેસરા) અને શ્રી સાંઇ ક્રિએશનના વહીવટકર્તા એકનાથ ઉપાજે વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. હાર્દિકની કાપડ દલાલ કૌશિક પટેલ હસ્તક તીમીર સાથે ઓળખાણ થઈ હતી અને પોતે સમયસર જીએસટી ભરતા હોવાની લોભામણી વાતચીત કરતા હાર્દિકે તેની સાથે ધંધો શરૃ કર્યો હતો. અને ગત જુન માસમાં રૃ.12.58 લાખનો ગ્રે-કાપડનો માલ આપ્યો હતો. માલના પેમેન્ટ માટે તીમીરે ધક્કા ખવડાવવાનું તો શરૃ કર્યુ હતું પરંતુ ત્યાર બાદ તીમીરની ભલામણથી હાર્દિકે શ્રી સાંઇ ક્રિએશનના વહીવટકર્તા એકનાથને જુલાઇ માસમાં રૃ.30.69 લાખનો માલ આપ્યો હતો. તેણે પણ પેમેન્ટ માટે ધક્કા ખવડાવવાનું શરૃ કર્યુ હતું. ત્યાર બાદ પેમેન્ટ પેટે જે ચેક આપ્યા હતા તે પણ રિટર્ન થયા હતા. અને હાલ તેઓ ભુર્ગભમાં ઉતરી જતાં છેવટે હાર્દિકે ઉધના પોલીસ મથકમાં તીમીરપાયલ અને એકનાથ વિરૃધ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

(5:49 pm IST)