વડોદરા: છોટા હાથી ટેમ્પામાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે આરોપીને પોલીસે વેમાલી નજીકથી ઝડપ્યા: 108 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરાયો
વડોદરા:છોટા હાથી ટેમ્પામાં વિદેશી દારૃ લઇને જતા બે આરોપીઓને જિલ્લા પોલીસે બાતમીના આધારે વેમાલી ગામ સ્મશાનની સામેથી ઝડપી પાડયા છે. પોલીસે દારૃ ૧૦૮ બોટલો અને ટેમ્પો જપ્ત કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, વડોદરા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે શહેર નજીકના વેમાલીગામ સ્મશાન- પાસે રોડ પરથી વિદેશી દારૃ ભરેલો ટેમ્પો પસાર થવાનો છે જે બાતમીના આધારે તાલુકા પોલસે વોચ ગોઠવીને ટેમ્પામાં વિદેશી દારૃ ભરીને લઇને જતા બે આરોપીઓ (૧) જીજ્ઞોશ ઉર્ફે બીલ્લુ જગદીશભાઇ ત્રિવેદી (રહે ન્યૂ સહયોગનગર કારેલીબાગ) અને (૨) કમલેશ રૃપસીંગભાઇ બારિયા (રહે. ન્યૂ સહયોગનગર મૂળ રહે. સરખી મૂળ ગામ તા. હાલોલ જિ. પંચમહાલ) ને ઝડપી પાડયા હતાં.પોલીસે ટેમ્પામાંથી વિદેશી દારૃની ૧૦૮ બોટલ કિંમત રૃપિયા ૪૩,૨૦૦, ટેમ્પો કિંમત રૃપિયા એકલાખ અને એક મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧,૪૩,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.