ગુજરાત
News of Monday, 23rd September 2019

અલ્પેશ ઠાકોર અમારો ફોન ક્યારેય ઉપાડતા નથી ગામમાં આવતા નથી: ઠાકોરસેનાએ કર્યા આક્ષેપો

કોરડા ગામમાં ભાજપના નેતાના પુત્રએ સાત ગામના ત્રણ હજાર લોકોને એકઠા કરી સંમેલન યોજ્યુ

ફોટો korda

અમદાવાદ : કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર મુદ્દે રાજકારણ ગરમાયુ છે જે ઠાકોરસેનાના ખભે બંદૂક ફોડી અલ્પેશ ઠાકોરે રાજકીય કારકિર્દી ઘડી તે જ ઠાકોર સેના હવે અલ્પેશ ઠાકોરને હરાવવા મેદાને પડી છે.

  રવિવારે રાધનપુર પાસે કોરડા ગામમાં ભાજપના નેતાના પુત્રએ સાત ગામના ત્રણ હજાર લોકોને એકઠા કરી સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં એવું નક્કી કરાયું હતું કે, લોકફાળો ભેગો કરીને અલ્પેશ ઠાકોર હરાવવા ઠાકોર સેનાના મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં મેદાને ઉતારવામાં આવશે.

  આ સંમેલનમાં એવો આક્ષેપ કરાયો કે, અલ્પેશ ઠાકોર ક્યારેય પોતાના મત વિસ્તારમાં કોરડા ગામમાં આવ્યા નથી. એટલું જ નહિ. અલ્પેશ ઠાકોર ક્યારેય મતદારોના ફોન ઉપાડતા નથી. હવે જયારે પેટાચૂંટણી આવી છે એટલે અલ્પેશ ઠાકોરને હરાવવા ઠાકોરસેના જ મેદાને આવી છે

(1:27 pm IST)