ગુજરાત
News of Monday, 23rd September 2019

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસની કવાયત : આંતરિક વિવાદ ટાળવા ઉમેદવારોને સીધા જ મેન્ડેડ અપાશે

કોંગ્રેસે છ બેઠકોમાં ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવા ખાનગી એજન્સીને કામ સોંપ્યું હોવાની ચર્ચા

અમદાવાદ : કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે રાધનપુર અને બાયડ બેઠકની પેટાચૂંટણી પણ જાહેર કરી હતી. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે ચૂંટણીમાં મેદાને ઉતારવા મુરતિયાઓની શોધખોળ આદરી છે. આ વખતે કોંગ્રેસ ઉમેદવારોને સીધા જ મેન્ડેડ આપી દેશે. વિરોધ વંટોળ ન થાય તે માટે કોંગ્રેસે આ સ્ટ્રેટરજી અપનાવવા નક્કી કર્યું છે. આ વખતે કોંગ્રેસે છ બેઠકોમાં ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવા ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે.

   આ ઉપરાંત પ્રત્યેક બેઠક પર એક સિનિયર નેતાને જવાબદારી સોંપી છે. ધારાસભ્યોને પણ ચૂંટણીલક્ષી કામગીરી અપાઈ છે. ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે કોંગ્રેસ હાઇકમાન્ડ ઉમેદવારની પસંદગી કરશે. છ બેઠકો પૈકી એક બેઠક પર એકાદ મહિલાને ચૂંટણીમાં મેદાને ઉતારે તો નવાઈ નહિ. કોંગ્રેસે ઉમેદવારોને લઈને અંદરખાને સેન્સ મેળવી લીધી છે. એટલે અંદરોઅંદર વિખવાદ ન થાય તે માટે ઉમેદવારોને સીધે જ મેન્ડેડ આપી દેવાશે.

(1:25 pm IST)