News of Monday, 23rd September 2019
અલ્પેશ ઠાકોરને મોટો ઝટકો : ઠાકોર સમાજે મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર જાહેર કર્યા
સ્થાનિક ઉમેદવારને જીતાડવાનો મુદ્દો ગરમાયો : લોક ફાળો ઉઘરાવી મગનજી ઠાકોરને જીતાડવા ઠાકોર સમાજ મક્કમ
રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ જોવા મળી રહ્યો છે, ઠાકોર સમાજના લોકો જ અલ્પેશ ઠાકોરના વિરોધમાં સાંતલપુર તાલુકાના કોરડા ગામે એકઠાં થયા છે. ઠાકોર સમાજના મોભી અને ભાજપના પાયાના કાર્યકર મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર જાહેર કરી ઠાકોર સમાજે સમર્થન આપ્યું છે. આટલું જ નહીં લોકો ફાળો ઉઘરાવી મગનજી ઠાકોરને જીતાડવા મક્કમ બન્યાં છે. રાધનપુર વિધાનસભામાં ઠાકોર સમાજના મત ઉમેદવારની હાર જીત નક્કી કરતા હોય છે. ત્યારે ઠાકોર સમાજે મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર જાહેર કરતાં અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી શકે છે.
(12:47 pm IST)