ગુજરાત
News of Monday, 23rd September 2019

પાલનપુરમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો : નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

બીજેશ્વર કોલોની બેટમાં ફેરવાઈ: વાહનો પાણીમાં ડૂબ્યા

પાલનપુર : આજે બીજા દિવસે પણ બપોરે આકાશમાં કળા ડિબાંગ વાદળ ઘેરાયા બાદ પાલનપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.જેને પગલે શહેરમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પાલનપુરમાં એક જ કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.બપોરે ખાબકેલા 2 ઈંચ વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. જ્યારે શહેરની બીજેશ્વર કોલોની બેટમાં ફેરવાઈ હતી.વરસાદને પગલે વાહનો પાણીમાં ડૂબ્યા હતા.

   આ ઉપરાંત જીલ્લાના દાંતીવાડા, પાંથાવાડા, થરા સહિતના અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

(8:40 am IST)