ગુજરાત
News of Monday, 23rd September 2019

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોર સામે ગેનીબેન ઠાકોર રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શકયતા

ગેનીબેન ઠાકોર કોંગ્રેસના મોવડી મંડળ સાથે ટેલીફોનીક સંપર્કમાં હોવાની ચર્ચા

ફોટો alpesh

રાધનપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ છે. જ્યાંથી અલ્પેશ ઠાકોરને ભાજપ ટિકિટ આપે તેવી સંભાવના છે. તેની સામે વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અલ્પેશને ટક્કર આપે તેવા એંધાણ વર્તાયા છે.

 એક અહેવાલ મુજબ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના મોવડી મંડળ સાથે ટેલીફોનીક સંપર્કમાં છે. અને તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરને પાઠ ભણાવવા રાધનપુર બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.

(11:33 pm IST)