ગુજરાત
News of Monday, 23rd September 2019

વડોદરામાં અચાનક ધોધમાર વરસાદ : મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર ઠેર પાણી ભરાયા: ખેલૈયાઓમાં ચિતાના વાદળો

રાવપુરા, માંડવી અને માંજલપુર તેમજ કારેલીબાગ સિટી વિસ્તારમાં પાણી ભરાયા

વડોદરા : રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે બીજી તરફ વડોદરામાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. વાતારણમાં અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો. અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી વાહન ચાલકો થોડી વાર માટે રસ્તાની સાઈડમાં ઉભા રહી ગયા હતા.

જોકે વરસાદી વાતાવરણે ગરબા આયોજકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે નવરાત્રીના પ્રથમ 3 દિવસ વરસાદની આગાહીને પગલે ખૈલૈયાઓમાં ચિંતા ફેલાઈ છે.શહેરના રાવપુરા, માંડવી અને માંજલપુર તેમજ કારેલીબાગ સિટી વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર ઠેર પાણી ભરાયા છે.

(11:26 pm IST)