ગુજરાત
News of Monday, 23rd September 2019

પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના વિરોધમાં પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ : રાજકારણ ગરમાયુ

ઠાકોર સેનાના બાયડ તાલુકાના પ્રમુખે તેને કોંગ્રેસની કુટ રાજનીતિ ગણાવી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવતો જાય છે. બાયડ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા ધવલસિંહ ઝાલાના વિરોધમાં એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ઠાકોર સેનાના બાયડ તાલુકાના પ્રમુખ કાંતિસિંહ ઠાકોરે તેને કોંગ્રેસની કુટ રાજનીતિ ગણાવી છે.

(10:21 pm IST)