ગુજરાત
News of Monday, 23rd September 2019

જયપુરથી રાજકોટ આવતી ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે રાજસ્થાનમાં અકસ્માત: આઠ લોકોના ઘટનાસ્થળે મોત:30થી વધુ મુસાફરો ઘાયલ

અજમેર-બ્યાવર વચ્ચે નેશનલ હાઈવે પર લામાના વિસ્તારમાં રોંગ સાઇડમાં આવતા ટ્રેલર બસ સાથે અથડાયું

રાજસ્થાનથી રાજકોટ આવતી ખાનગી બસને રાજસ્થાનમાં ટ્રેલર સાથે ગંભીર અકસ્માત સર્જાતા આઠ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે જયારે 30થયુ વધુ  લોકો ઘાયલ થયા છે મૃતકોની સંખ્યા વધવાની ભીતિ સેવાઈ રહી છે

આ અંગે મળતી રાજસ્થાનના અજમેર જિલ્લાના માંગલિયાવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે એક ખાનગી બસ તથા ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 લોકોના મોત અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતો. બસ રાજસ્થાનના જયપુરથી ગુજરાતના રાજકોટ આવતી હતી.


પોલીસને કહેવા મુજબ સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ અજમેર-બ્યાવર વચ્ચે નેશનલ હાઈવે પર લામાના વિસ્તારમાં રોંગ સાઇડમાં આવી રહેલું ટ્રેલર બસ સાથે અથડાયું હતું. જેના કારણે બસમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી 12 લોકોની હાલત વધારે ગંભીર હતી.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે જવાહરલાલ નેહરુ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બસ જયપુરથી રાજકોટ આવતી હતી, જ્યારે ટ્રેલર અજમેર તરફ જતું હતું.

(9:36 pm IST)