News of Sunday, 23rd September 2018
વડોદરા નેશનલ હાઇવે પર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર કેબીનમાં ઘુસ્યુ
જામ્બુવા નજીક મહાસાગર હોટલ પાસે બનાવ :અફરાતફરી
વડોદરા નેશનલ હાઈવે 8 પર ટ્રેલર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર રોડની સાઈડમાં આવેલા કેબીનમાં ઘુસી જતા અફરા તરફી મચી જવા પામી હતી. સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
મળતી વિગત મુજબ વડોદરા નેશનલ હાઈવે નંબર 8 પરથી ટ્રેલર ચાલક ટ્રેલર લઈ પસાર થઈ રહ્યો હતો.ત્યારે જામ્બુવા ગામ નજીક આવેલા મહાસાગર હોટલ પાસે પહોંચતાની સાથે ટ્રેલર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાની સાથે ટ્રેલર રોડની બાજુમાં આવેલ કેબીનમાં ઘુસી ગયુ હતું અને કેબીનમા બેસેલા રાહદારીઓમાં અફરા તરફીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતના આ બનાવ અંગે કોઈ જાનહાની થવા પામી ન હતી.
(10:03 pm IST)