ગુજરાત
News of Sunday, 23rd September 2018

સુરતમાં ગઈકાલ ની આરતી પછી મોડીરાત્રે જ ગણેશ મંડપમાં બ્રાહ્મણોને બોલાવીને વિસર્જનની પૂજા શરૂ કરી દેવામાં આવી હતી.

 

સુરત : સુરતના લોકોએ રાત્રિના એક વાગ્યાથી જ ગણેશજીના વિસર્જનની કામગીરી શરૂ કરી દીધી હતી. મોડા વિસર્જન કરવામાં આવે તો શ્રીજીની પ્રતિમાઓની દુર્દશા થાય તેવું વિચારી ગણેશ ભક્તો મોડીરાતથી જ બહાર નીકળી ગયા હતા.

તાપી નદીમાં ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ અને મહાનગરપાલિકાએ બનાવેલા 22 કૃત્રિમ તળાવમાં વિસર્જનની કામગીરી મોટો પડકાર હોવાની વાત ગણેશ ભક્તોને સમજાઈ ગઈ હતી. દસ દિવસ જે ગણેશજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હોય અને વિસર્જનના તેમની પ્રતિમાની દુર્દશા થાય તેવું ભક્તોને પાલવે તેમ ન હતું. જેના કારણે ગઈકાલની આરતી પછી મોડીરાત્રે જ ગણેશ મંડપમાં બ્રાહ્મણોને બોલાવીને વિસર્જનની પૂજા શરૂ કરી દેવામાં આવી હતી.

(3:10 pm IST)