News of Saturday, 22nd September 2018
દક્ષિણ ગુજરાતમાં બ્વેન્કોમાં કાગળની ગડ્ડી વડે ઠગાઈ કરતી ટોળકીના એક આરોપીને ઝડપી લેતી સુરત ગ્રામ્ય એસઓજી
કિમ,પલસાણા,ભરૂચ અને નાવસારીમાં બેંકોમાં ગ્રાહકોને વાતોમાં ભોળવી પૈસાના બદલામાં ગડ્ડી પકડાવી દેતા
સુરત ગ્રામ્ય એસઓજી દ્વારા બેંકોમાં ગ્રાહકોને ભોળવીને પૈસાને બદલે કાગળની ગડ્ડી વડે ઠગાઈ કરતી ગેંગના એક આરોપીની ધરપકડ કરી કરાઈ છે
આ ટોળકી સુરત જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતની બેંકોમાં ગ્રાહકોને વાતોમાં ભોળવી પૈસાના બદલામાં ગડ્ડી પકડાવી ઠગાઈ કરતી હતી. પોલીસે મળેલ બાતમીને આધારે કિમ પલસાણા ભરૂચ તેમજ નવસારી જેવા શહેરોમાં આવી રીતે છેતરપીંડી કરતી એક વ્યકિતને ઝડપી પાડી હતી .
પોલીસે પકડેલ વ્યકિતની પૂછપરછ કરતા તેણે અન્ય સાથીઓ સહિત જિલ્લામાં આચરેલા ૨૧ જેટલા ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે અન્ય સાથીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
(9:15 pm IST)