બોરસદના અલારસામાં મધ્યરાત્રે યુવતીની ઘાતકી હત્યાથી અરેરાટી
બોરસદ: તાલુકાના અલારસા ગામમાં ચીભડિયા નામના સીમ વિસ્તારમાં આજે સવારે નજીકમાં જ રહેતી એક ત્યક્તા યુવતીની હત્યા કરાયેલી નગ્ન લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે બોરસદ શહેર પોલીસે હાલમાં તો હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાથમિક તપાસમાં ત્યક્તા યુવતી ઉપર જાતિય અત્યાચાર થયો હોય કે કરવાનો પ્રયત્ન થયો હોય તેમ લાગી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના દશેક વાગ્યાના સુમારે મજૂરી કામે ખેતરમા ંજવા માટે નીકળેલા ખેત મજૂરોએ ડાંગરના ખેતરમાં એક યુવતીની નગ્ન હાલતમાં લોહીલુહાણ લાશ જોઈ હતી જેથી તુરંત જ આજુબાજુના ખેતરમાં રહેતા લોકોને બોલાવ્યા હતા. જેમાં આ લાશ નજીકમા ંજ રહેતી સોનલબેન ઉર્ફે જુગલી નટુભાઈ સોલંકીની હોવાનું ખુલવા પામ્યું હતુ. તેમને જાણ કરતાં તેઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને લાશની ઓળખવિધિ કરીને તુરંત જ બોરસદ પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી ચઢી હતી અને તપાસ હાથ ઘરતાં યુવતીના માથાના ભાગે કોઈ શખ્સોએ લાકડાના દસ્તાથી ફટકા મારીને હત્યા કરી નાંખી હોવાનું ખુલવા પામ્યું હતુ.