News of Friday, 23rd August 2019
કપડવંજ તાલુકા નજીક સર્જાયેલ બે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ત્રણ શખ્સોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
મહેમદાવાદ:તાલુકાના જરાવત તેમજ કપડવંજ તાલુકાના માલાઈંટડી નજીક સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જે તે વિસ્તારના પોલીસે આ બનાવો અંગે ફરિયાદ લઈ વધું કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના પથાવતમાં રહેતાં મહેશભાઈ કાનજીભાઈ ઝાલા ગત સોમવારના રોજ સાંજના સમયે બાઈક નં જીજે ૦૭ એટી ૪૯૭૦ લઈ હલધરવાસ ચોકડી જતાં રોડ પર જરાવત ગામની કેનાલ નજીકથી જઈ રહ્યાં હતાં. તે વખતે માર્ગ પર સામેથી રોંગ સાઈડે આવતી બોલેરો ગાડી નં જીજે ૧૭ બીએ ૯૩૬૬ના ચાલકે મહેશભાઈના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક મહેશભાઈ તેમજ બાઈક પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.
(5:49 pm IST)