ગુજરાત
News of Friday, 23rd August 2019

અમદાવાદ સાબરમતી નવી જેલમાંથી ફરીવખત કાચા કામના બે કેદીઓ પાસેથી મોબાઇલ મળ્યાં

કેદી સલીમુદ્દીન શેખ અને ઋતુલ ત્રિવેદી પાસેથી મોબાઇલ ફોન, બેટરી અને સીમકાર્ડ મળ્યા

અમદાવાદ : સાબરમતી જેલમાંથી ફરીવાર બે કેદીઓ પાસેથી મોબાઈલ મળ્યા છે સાબરમતી નવી જેલની ઝડતી સ્ક્વોડની ટીમ ચેકિંગમાં હતી. ત્યારે તેઓ નવી જેલ શાંતિનિકેતન યાર્ડના બેરેક નં 2 પાસે પહોંચ્યા હતા. ત્યારે બે શખ્સો સ્ક્વોડની ટીમથી કાંઇક છુપાવતા હોવાની શંકા જતા તપાસ કરી હતી. 

તપાસ કરતા કાચા કામના બે કેદી સલીમુદ્દીન શેખ અને ઋતુલ ત્રિવેદી પાસેથી એક એક મોબાઇલ ફોન, બેટરી અને સીમકાર્ડ મળી આવ્યા હતા. આ બંને શખસો પાસેથી મળેલા ફોન ચાલુ હાલતમાં હોવાથી સ્ક્વોડની ટીમના સભ્યએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને મોબાઇલ ફોન એફએસએલમાં મોકલી આપ્યા હતા.

(1:05 pm IST)