ગુજરાત
News of Thursday, 22nd August 2019

વડોદરામાં કેમરોક ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ એમડીએ કલ્પેશ પટેલની ધરપકડ

ફાઈનાન્સ કંપનીમાંથી 8,50 કરોડની લોન લીધી: કંપનીના શેર ગીરવે મુક્યા;ફાઇનાન્સમાં મુકેલા દાસત્વએજ વાળી જમીન પણ વેચી કાઢી

વડોદરામાં કેમરોક ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ એમડીએ કલ્પેશ પટેલની ધરપકડ કરાઈ છે  ફાઈનાન્સ કંપનીએ ના પાડી છતાંય કલ્પેશ પટેલે જમીન લીલેરિયા ગ્રુપને વેચી દીધી હોવાનો પણ ખુલાસો થયો છે

 .કલ્પેશ પટેલે સયાજીગંજની ફાઈનાન્સ કંપનીમાંથી સાડા આઠ કરોડ રૂપિયાની 18 ટકાના વ્યાજે લોન લીધી હતી અને તેની સામે કંપનીના શેર ગીરવે મુક્યા હતા. એટલુ નહી સીંધરોટની જમીનનો અસલ દસ્તાવેજ પણ ફાઈનાન્સ કંપનીમાં જમા કરાવ્યો હતો.

લોનની રકમ ભરપાઈ નહી કરીને કલ્પેશ પટેલે સીંધરોટની જમીન લીલેરિયા ગ્રુપને સાડા ત્રણ કરોડમાં વેચી દીધી હતી. જેથી ફાઈનાન્સ કંપનીએ કલ્પેશ અને તેમના પત્ની વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પીસીબી પોલીસે કલ્પેશ પટેલની ધરપકડ કરી છે.

(12:20 am IST)