News of Thursday, 22nd August 2019
અહેમદ પટેલના જન્મદિવસની ઉજવણી
અમદાવાદ, તા.૨૨ : સંસદ સભ્ય અને કોગ્રેસના ખજાનચી આગેવાન અહેમદ પટેલના જન્મદિવસની ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી. વૃદ્ધાશ્રમમાં આવ્યુ હતું. કોગ્રેસ ખજાનચી અહેમદ પટેલનો ૨૧મી ઓગષ્ટ જન્મદિવસ હતો. કોગ્રેસના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે. દિલ્હીના ઘટનાક્રમમાં કઈ બનાવ બને તો કાર્યક્રમ મૌકુફ રાખવો પડે. પ્રદેશ કોગ્રેસની આર્થિક બાબતોની સમિતિના ચેરમેન નીતિન શાહે પોતાની રીતે જ અહેમદ પટેલના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યુ હતું. તેમણે વૃદ્ધાશ્રમમાં એક ટાઈમ નું ભોજન આપ્યું હતું અને કોઈ ખોટા ખર્ચા સિવાય વડીલોની સેવા કરીને અહેમદ પટેલ ના જન્મદિન ની ઉજણી કરી હતી.
(9:28 pm IST)