ગોવામાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં આયોજીત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૪મી બેઠકમાં વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે ગોવાના પણજી ખાતે યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૪મી બેઠકમાં ભાગ લેવા ગોવા ગયા છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા તેમજ કેન્દ્રશાસીત પ્રદેશ દીવ-દમણ-દાદરા નગર હવેલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઇ હતી. પણજી ખાતે મળેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૪મી બેઠકમાં આ રાજયોના મુખ્યમંત્રીશ્રીઓ, સંબંધિત મંત્રીઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ ની ઉપસ્થિતી માં આ બેઠક માં આંતરરાજયોના પ્રશ્નો સમ્બન્ધીત ચર્ચા વિચારણા અને તેનું નિરાકરણ લાવવા ચર્ચા-વિચારણ થઇ હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે આ બેઠકમાં સહભાગી થવા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી ડો. જે. એન. સિંહ તથા નાણાંના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ પણ ગોવા ગયા છે.ઙ્ગ અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ કાઉન્સીલની ર૩મી બેઠક એપ્રિલ-ર૦૧૮માં તત્કાલિન ગૃહ મંત્રી શ્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ગુજરાતના યજમાન પદે ગાંધીનગરમાં મળી હતી.