ગુજરાત
News of Monday, 23rd July 2018

વડોદરાના માંજલપુરમાં બાઈકની હડફેટે સાસુ-વહુ પૈકી સાસુનું મોટ નીપજ્યું

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં ઇન્દ્ર કોમ્પલેક્સ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એરફોર્સના નિવૃત્ત કર્મચારીના પત્નીનું મોત થયું હતું.કર્મચારી કાલે રાત્રે પોતાની નવી કાર લઇને પત્ની, પુત્રવધૂ અને પૌત્રી સાથે ઇન્દ્ર કોમ્પલેક્સ પાસે પાણીપૂરી ખાવા આવ્યા હતા અને પાણી પૂરી ખાધા બાદ રોડની સામેની સાઇડ પાર્ક કરેલી કાર પાસે જવા રોડ ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે તિવ્ર ગતીથી ધસી આવેલી બાઇકે કર્મચારીના પત્ની અને પુત્રવધુને અડફેટે લીધા હતા જેમાં ગંભીર ઇજાઓના કારણે કર્મચારીના પત્નીનું મોત થયું હતું જ્યારે પુત્રવધૂ સારવાર હેઠળ છે. એરફોર્સમાંથી નિવૃત થયેલા અને હાલમાં તરસાલી એસબીઆઇ બ્રાંચમાં નોકરી કરતા રામકુમાર વર્મા પત્ની કિરણબેન (ઉ.૫૬) અને પરિવાર સાથે તરસાલી ઉમા વિદ્યાલયની બાજુમાં કેશવપાર્ક ખાતે રહે છે. તેઓએ નવી ખરીદેલી કારમાં કાલે રાત્રે ૯.૩૦ વાગ્યાના અરસામાં રામકુમાર, તેમના પત્ની કિરણપુત્રવધૂ અને ૫ વર્ષની પૌત્રી સાથે માંજલપુર ઇન્દ્ર કોમ્પલેક્સ ખાતે પાણીપૂરી ખાવા આવ્યા હતા. પાણીપૂર ખાઇને તેઓ રોડની સામેની તરફ સત્યમ કોમ્પલેક્સ પાસે પાર્ક કરેલી કાર તરફ જવા નિકળ્યા હતા. રામકુમાર અને તેમની પૌત્રી રસ્તો ઓળંગીને કાર પાસે પહોંચી ગયા હતા અને કિરણબેન તથાં તેમના પુત્રવધૂ રસ્તો ઓળંગી રહ્યા હતા આ દરમિયાન જ પૂરઝડફે બાઇક ધસી આવી હતી અને બન્નેને અડફેટમાં લીધા હતા. બાઇકની જોરદાર ટક્કરથી કિરણબેન અને પુત્રવધૂ ઊછળી પડયા હતાં. કિરણબેન સ્થળ પર જ બેભાન થઇ ગયા હતા અને ટોળુ એકઠું થઇ જતા બાઇક ચાલક બાઇક લઇને ભાગી છૂટયો હતો. 

 

(4:43 pm IST)