અમદાવાદના પંચવટી વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે પોલીસ અને મહિલાઓ વચ્ચે મારામારી: ફિલ્મી દ્રશ્યો સર્જાયા
નો પાર્કિંગ ઝોન 'માં પાર્ક થયેલ વાહન માટે ક્રેઈન આવતા મામલો બિચકયો :લારી ગલ્લા વાળાને કશું કહેતા નથી અને અમને કેમ કનડગત ?
અમદાવાદમાં પાર્કિંગ મુદ્દો મુદ્દો શિરદર્દ બન્યો છે શહેરના પંચવટી વિસ્તારમાં ‘નો પાર્કિંગ’ ઝોનમાં વાહનો પાર્ક હતા જેને ટો કરતાં મામલો બિચક્યો હતો અને પોલીસ અને મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી.
પંચવટી ચારરસ્તા પાસે આવેલા આ બિલ્ડીંગની ફૂટપાથ 50 મીટરના એરિયામાં આવે છે કે જેમાં વાહનો પાર્ક ન કરવા માટે કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો છે.અહીં વાહનો હટાવવા બાબતે મહિલાઓ અને પોલીસ વચ્ચે મારામારી થઇ હતી અને મહિલાઓએ પોલીસ પર માર માર્યાના આરોપ લગાવ્યા હતા
મહિલાઓનો આક્ષેપ છે કે પોલીસ લારી વાળાઓને કશુ કહેતી નથી આ સિવાય લારી પર નાસ્તો કરવા આવતા લોકોના વાહનો પણ જેમ તેમ પડ્યા હોય છે. તો આ તરફ પોલીસનું કહેવું છે કે ટ્રાફિકની ક્રેઈન આવી તેમની સાથે મહિલાઓએ મગજમારી કરી હતી. કેટલાક લોકો જાણીજોઇને યોગ્ય રીતે વાહનો પાર્ક કરતાં નથી