News of Monday, 23rd July 2018
અમદાવાદ ટ્રાફિક શાખાની કડક કાર્યવાહી ;પાંચ દિવસમાં 21,50 લાખનો દંડ વસુલ્યો
12 હજારથી વધુ કેસ નોંધાયા :627 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ :હાઇકોર્ટની ટકોર બાદ ટનાટન કામગીરી
અમદાવાદમાં પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે અમદાવાદના પોલીસ કમિશનર એ.કે. સિંઘ, ડીસીપી ટ્રાફિક સુધિર મહેતા પણ હાઈકોર્ટમાં ઉપસ્થિત છે. 15 જુલાઈની સુનાવણી સમયે પાર્કિંગ મુદે હાઈકોર્ટે પાસે એક સપ્તાહનો સમય માંગવામાં આવ્યો હતો.ત્યારે પોલીસે છેલ્લા પાંચ દિવસમાં ટ્રાફિક નિયમન ભંગ, આડેધડ પાર્કિંગના ૧૨ હજારથી વધુ કેસ નોંધીને ૨૧.૫૦ લાખ દંડ વસુલ્યો હતો. ઊપરાંત ૬૨૭ જણા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આડેધડ પાર્કિંગ કરનારા ઊપરાંત મોલ અને કોમ્પલેક્ષના સંચાલકો સહિત ૯૧૬ સામે ગુના નોંધ્યા હતા.
(12:51 pm IST)