ગુજરાત
News of Monday, 23rd July 2018

વડોદરામાં પાર્કિગના નામે લૂંટ વિરુદ્ધ તંત્રની લાલઆંખ : નોધાશે છેતરપિંડીનો ગુનો

મોલ, મલ્ટીપ્લેક્ષ, બસ સ્ટેશન પાર્કિંગ સામે થશે કાર્યવાહી:મોલ, મલ્ટીપ્લેક્ષ લોકો પાસેથી નહી વસૂલી શકે પાર્કિંગ ચાર્જ

અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ પાર્કિંગના નામે થતી ઉઘાડી લૂંટ સામે ટ્રાફિક પોલીસ લાલ આંખ કરી રહી છે.વડોદરામાં મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ફ્રી કરવા માટે પોલીસ કમિશનર નોટીસ ફટકારશે.અને નોટીસ બાદ પણ મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકો નહી માને તો પોલીસ ફરિયાદ થશે

  વડોદરામાં મોલ, એરપોર્ટ, એસટી ડેપો અને મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગના નામે 10 રૂપિયાથી 60 રૂપિયા ભાડુ વસુલાય છે. મોલમાં સંચાલકો પાર્કિંગચાર્જ વસુલશે તો છેતરપિંડીનો ગુનોનોંધાશે 

(12:18 pm IST)