ગુજરાત
News of Monday, 23rd July 2018

ભરૂચના ચાવજ પાસેની કેનાલમાં પાણીની બોટલ કાઢવા ગયેલ બે મિત્રોને બચાવવા જતા આશાસ્પદ યુવાનનું મોત : અરેરાટી

ભરૂચના ચાવજ પાસે આવેલ કેનાલમાં બોટલ કાઢવા ગયેલ બે મિત્રોને બચાવવા ગયેલ એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું  આ અંગે મળતી વિગત મુજબ ચાવજ-કાસદ નહેર પર ભરૂચના જ પાંચ મિત્રો ફરવા અને ફોટોશેસન માટે ગયા હતા. આ દરમ્યાન કેનાલમાં પાણીની બોટલ પડી જતા તેને કાઢવા એક મિત્ર કેનાલના પાણીમાં ઉતર્યો.જે ડૂબવા લગતા અન્ય મિત્ર ઉતરતા તે પણ ખેંચાવા લગતા બંનેને બચાવવા માટે ત્રીજા મિત્ર સાર્થક પટેલે પણ કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ બાજુ બચાવો બચાવોની બુમો પાડતા ગામના સરપંચ અને અન્ય ગ્રામજનો દોડી આવ્યા હતા.

   કેનાલમાંથી સાર્થક અને અન્ય બેને બહાર કાઢ્યા હતા અને આ અંગે ની જાણ ઈમરજન્સી સેવા ૧૦૮ ને જાણ કરી હતી પરંતુ મૃત જાહેર કરતાં તમામ મિત્રો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

(8:25 pm IST)