ગુજરાત
News of Thursday, 23rd June 2022

વલસાડના છીપવાડા વિસ્‍તારમાં ગૌતસ્‍કરીનો ક્રુરતાપૂર્વકનો વીડિયો વાયરલ થતા ગૌપ્રેમીઓમાં રોષ

ગાયોને રંજાડી ઇન્‍જેકશનો આપી બેહોશ કરી વાહનમાં નાખી લઇ જતા

વલસાડઃ વલસાડના છીપવાડા વિસ્‍તારમાં હનુમાન મંદિર નજીક ગાયોને ઇન્‍જેકશન આપી બેહોશ કરી ધસડી ગાડીની ડેકીમાં ક્રુરતાપૂર્વક ભરી પલાયન થઇ જતાનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા ગૌપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્‍યો છે. પોલીસ દ્વારા યોગ્‍ય તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવી શકે છે. પોલીસ તપાસ શરૂ કરાઇ છે.

ગૌતસ્કરોનો ત્રાસ ફરી એકવાર વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. વલસાડના છીપવાડ વિસ્તારમાં રસ્તા ફરી રહેલી એક ગાયને તસ્કરોએ ખુબ જ ક્રૂરતા પૂર્વક રંજાડી હતી અને ત્યાર બાદ કારની ડીકીમાં ભરીને ફરાર થઇ ગયા હતા. ગૌતસ્કરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. હાલ ગૌતસ્કરોની ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ગૌતસ્કરીના બનાવો અવાર નવાર બનતા રહે છે.

આ તસ્કરો જાહેરમાં બેઠેલા ગૌવંશે નિશાન બનાવે છે. ક્રૂરતાપૂર્વક વાહનોમાં ભરીને વારંવાર ફરાર થઇ જાય છે. આ મુદ્દે પોલીસ દ્વારા યોગ્ય દિશામાં તપાસ ચલાવાઇ રહી છે. જો કે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો આ સમગ્ર મામલે મોટુ કૌભાંડ પ્રકાશમાં આવી શકે છે. જો કે પોલીસ કોઇ પણ કારણોસર આ મુદ્દે ક્યારેય ઉંડી તપાસ કરતી નથી. ઉપરાંત જ્યારે પણ હોય ત્યારે સામાન્ય કાર્યવાહી કરીને સંતોષ માની લેતી હોય છે. જો કે સમગ્ર ગેંગ કે ષડયંત્ર પકડવાનો પ્રયાસ કરવામાં નથી આવતો.

વલસાડ શહેરના છીપવાડ વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક જાહેર રસ્તા પર બેસેલી બે ગાયોને મોડીરાત્રે ગૌતસ્કરોએ નિશાન બનાવી હતી. કાર લઇને આવેલા ગૌતસ્કરોએ પહેલા બંન્ને ગાયોને ઇન્જેક્શન દ્વારા બેહોશ કરી નાખી હતી. ત્યાર બાદ બંન્ને ગાયોને ઘસડીને ગાડીની ડિકિટમાં ક્રૂરતાપુર્વક ભરી લીધી હતી. ગણતરીની મિનિટોમાં જ જાણે કાંઇ પણ બન્યું ન હોય તે પ્રકારે ફરાર થઇ ગયા હતા.

(5:06 pm IST)