વડોદરા રેલવે સ્ટેશન નજીક હોટલમાં ચાલી રહેલ સેક્સ રેકેટનો પર્દાફાશ:એસઓજીએ મોડીરાત્રે દરોડા પાડયા
વડોદરા:રેલવે સ્ટેશન નજીક ન્યૂ ગ્રાન્ડ હોટલમાં સેકસ રેકેટ ચાલી રહ્યું છે તે અંગેની બાતમી SOGને મળતા ગઈ મોડીરાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો.
મોડી રાત્રે એસ.ઓ.જીની ટીમે દરોડો પાડી સયાજીગંજ પોલીસને ફરી એક વખત ઊંઘતી ઝડપી પાડી હતી બે દિવસ અગાઉ એસ.ઓ.જીએ સયાજીગંજ વિસ્તારમાંથી રૂ.3.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા સિધ્ધી વિનાયક કોમ્પલેકસમાં આવી ન્યુ ગ્રાન્ડ હોટેલમાં પોલીસની એન્ટ્રી પડતા જ ભાગદોડ મચી ગઇ હતી.
SOG ની ટીમે હોટલમાં ચેકિંગ કરતા તપાસ 3 રૂમમાંથી હોટલમાંથી 2 રૂપલલના સાથે પાંચ વ્યક્તિની અટકાયત કરી છે. ઝડપાયેલી રૂપલલનાની પોલીસે પુછતાછ શરૂ કરી છે .
સેક્સરેકેટ ચલવનાર માસ્ટર માઇન્ડ હોટલનો સંચાલક છે કે પછી અન્ય વ્યક્તિ મહારાષ્ટ્રથી રૂપલલના લાવી ગ્રાહકોને હોટલમાં બોલાવી સેક્સ રેકેટ ચલાવતો હતો તે કોણ છે તેની તપાસ હાથ ધરી છે.