બનાસકાંઠા નજીક સમાજના ડરથી પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકી મોતને વ્હાલું કર્યું
બનાસકાંઠા:ના લાખણીની ગેળા ગામે આજે વહેલી સવારે એક લીમડાના ઝાડ સાથે લટકેલા પ્રેમ-પંખીડાનો મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારે ગ્રામજનોની નજર જતા તેમણે પોલીસને જાણ કરી હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે આ મૃતક યુવતીના પરિવારજનોએ યુવતીના અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીનું લીલાધર ગામથી અપહરણ થયું હતું તેવી ફરિયાદ દિયોદરના લીલાધર ગામે નોંધાવાઈ હતી. યુવતી ગુમ થયાની ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ જ યુવતીનો મૃતદેહ ગેળા ગામે એક યુવક સાથે મળ્યો હતો. બંને પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરીને પોતાની જિંદગી તથા પ્રેમ ટૂંકાવ્યો હતો. જોકે બીજી તરફ, જે રીતે આ મૃતદેહો મળ્યા છે, તે જોતા બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા, અને બંનેએ આત્મહત્યા કરી છે તેવુ સ્પષ્ટ દેખાઈ આવે છે.