હિંમતનગર-ગઢોડા રોડ પર મેડિકલ કોલેજના ક્વાટર્સમાં તબીબ પરસ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો ઝડપાયો
હિંમતનગર:હિંમતનગર-ગઢોડા રોડ પર આવેલી સરકારી મેડીકલ કોલેજના કવાટર્સમાં રહેતા એક તબીબને ગમે તે કારણસર પરસ્ત્રી સાથે આડા સંબંધ હતા. દરમ્યાન તબીબ અને આ પરસ્ત્રી ગુરૃવારે કવાટર્સમાં ભેગા હતા ત્યારે તે અંગે તબીબના પત્નિને ખબર પડતા તેને તરતજ કવાર્ટસનો દરવાજો બંધ કરી હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી મામલો થાળે પાડી તબીબ અને પરસ્ત્રી વિરૃધ્ધ ફરીયાદ દાખલ કરી હતી.
આ અંગે તબીબના પત્નિએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેમના લગ્ન ઈડર તાલુકાના મેસણ ગામના દિપક હેમાભાઈ પટેલ સાથે કરાયા હતા. દરમ્યાન દિપક એક વર્ષથી હિંમતનગર મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમને અવાર નવાર પત્નીને તુ બદચલણની છે તેમ કહી મહેણાટોણા મારી મારઝુડ કરી શારિરીક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દરમ્યાન દિપકને લક્ષ્મીપુરાની પરસ્ત્રી સાથે પ્રેમસંબંધની વાતો ચાલતી હતી. જે અંગે પત્નીને ખબર હોવા છતાં તેમના માતા-પિતા માનતા ન હતા.