News of Saturday, 23rd June 2018
પરીક્ષામાં ચોરી અટકાવવા અલ્જીરિયાએ દેશભરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી
હાઈસ્કૂલની પરીક્ષાઓમાં થતી ચોરીને અટકાવવા માટે અલ્જીરિયાએ દેશભરમાં ઇન્ટરનેટ બંધ કરી દીધી છે. હાઈસ્કૂલ ડિપ્લોમા પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ મોબાઇલ અને ફિક્સ લાઇન ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાશે. પરીક્ષા 20 થી 25 જૂન સુધી પરીક્ષા ચાલશે, એટલે ત્યાર સુધી ઇન્ટરનેટ સેવા બંધ રહેશે. 2016માં પરીક્ષા પહેલાં પ્રશ્નો ઑન લાઇન લીક થઈ ગયા હતા.
(12:06 pm IST)