ગુજરાત
News of Friday, 22nd June 2018

અમદાવાદના 1000 ભેળસેળીયા વેપારીઓ ઉપર કાનૂની કોરડો વીંઝાયો: ભાગેડુ જાહેર:પાસપોર્ટ રદ કરવા આદેશ

કોર્ટે 700 કેસોના આરોપીઓની યાદી પાસપોર્ટ ઓથોરીટીને સોંપી

અમદાવાદ ;આમદાવાદમાં ખાદ્ધ પદાર્થોની ભેળસેળમાં પકડાયા બાદ કોર્ટેમાં હાજર નહી થતા વેપારીઓ સામે કાનૂની કોરડો વીંઝાયો છે 1999 થી 2014 સુઘીના પેંડીગ કેસોનો નિકાલ કરતા આવા વેપારીઓને ભાગેડુ જાહેર કરાયા છે.ફરાર જાહેર થયેલા એક હજાર જેટલા આરોપીઓના પાસપોર્ટ રદ્દ કરવા મેટ્રો કોર્ટે આદેશ કર્યો છે. 700 કેસોના આરોપીઓની યાદી કોર્ટે પાસપોર્ટ ઓથોરીટીને સોંપી છે. જેમના પાસપોર્ટ રદ્દ કરવામા આવશે.

  ખાદ્ધ પદાર્થોમાં ભેળસેળ કરનારા આવા વેપારીઓ પર એએમસી દ્વારા કેસો કરવામા આવ્યા હતા. જો કે કેસમો માં વેપારીઓ કોર્ટ સમક્સ વર્ષોથી હાજર થતા નથી, અને સજા કર્યા બાદ પણ આરોપીઓ ભાગતા ફરે છે આવા તમામ વેપારીઓના પાસપોર્ટ તત્કાલ અસરથી રદ્દ કરવા ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ દ્રારા આદેશ કરાયો છે.

  વકીલ મનોજ કંધારે જણાવ્યું કે, અમુક કિસ્સાઓમાં આરોપીઓ વિદેશ જતા રહ્યા હોવાનુ ધ્યાને આવ્યુ છે. આવા તમામ વેપારીઓની વિગત પાસપોર્ટ ઓફીસને આપવામા આવી છે તે સીઝ કરવા અને તેઓ ક્યારે પણ આવે તો તેમને એરેસ્ટ કરવા હુકમ કરવામા આવ્યો છે.

(12:15 am IST)