ગુજરાત
News of Saturday, 23rd May 2020

કડી પોલીસ -દારૂનો મામલો!: NDRFની ટીમે કેનાલમાં ફેંકી દેવાયેલી 55 બોટલો શોધી કાઢી

હજુ પણ કેનાલમાં શોધખોળ યથાવત્

ગુજરાતમાં કડી પોલીસ અને દારૂની સાંઠગાંઠ મામલે સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને શંકા હતી કે, કડી પોલીસે દારૂનો જથ્થો કેનાલમાં નાખી દીધો હતો. તે વાત હવે સાચી પડી છે. NDRFની ટીમે કેનાલમાંથી દારૂની 55 બોટલો જપ્ત કરી છે

લોકડાઉનને કારણે કડી પોલીસે ઝડપી પાડેલ વિદેશી દારૂના જથ્થાને વેચવાનું શરૂ કર્યું હોવાની ચર્ચા છે. આ મામલે DIG ઓફિસથી ગાંધીનગર પોલીસને સૂચના આપી હતી. જે બાદ ગાંધીનગર પોલીસે ઓચિંતી રેડ પાડતાં કડી પોલીસ સ્ટેશનમાં અફરાતફરી મચી ગઈ હતી. અને દારૂનો માલ છૂપાવવા માટે તેઓએ કેનાલમાં તમામ બોટલો ફેંકી દીધી હતી.

  પોલીસે પોલીસ સ્ટેશનથી પાંચ કિમી દૂર નરસિંહપુરા કેનાલમાં દારૂની પેટીઓ ફેંકી દીધી હોવાનું રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડાની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો. અને કેનાલમાં ફેંકાયેલી બોટલો ફાયરબ્રિગેડથી ન મળતાં NDRFને બોલાવવામાં આવી હતી. NDRFની ટીમે આજે 55 બોટલ દારૂ પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યારે હજુ પણ કેનાલમાં શોધખોળ યથાવત્ છે.

(10:32 pm IST)