ગુજરાત
News of Saturday, 23rd May 2020

રાજપીપળા એસટી ડેપો માં લોકડાઉન-૪ માં નિયમો નું કડક પાલન : ટેમ્પરેચર,માસ્ક સોસીયલ ડિસ્ટન્સ નો કડક અમલ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : લોકડાઉનમાં કેટલાક નિયમો સાથે છૂટછાટ મળી છે જેમાં વેપાર ધંધા, વાહનો પણ શરૂ થતાં મોટી રાહત મળી છે છતાં અમુક સ્થળો ઉપર હજુ કેટલાંક નિયમોનું યોગ્ય પાલન થતું ન હોવાની પણ બુમ સંભળાઈ રહી છે તેવા સમયે છેલ્લા ચાર દિવસ થી રાજપીપળા એસટી ડેપો માંથી નર્મદા જિલ્લા સહિત અમુક રૂટ પર નિયમ મુજબ બસો દોડતી થઈ છે જેમાં આજે ચોથા દિવસે પણ ડેપો માં ટેમ્પરેચર,માસ્ક સોસીયલ ડિસ્ટન્સ સહિત લોકડાઉન-૪ ના નિયમનો કડક અમલ થતો જોવા મળી રહ્યો છે.એ જીલ્લા માટે ખૂબ સારી બાબત કહી શકાય
               સરકારે લોકડાઉન-૪ ના અમલ સાથે ઘણી છૂટ આપી હોય જેના કારણે વેપાર ધંધા ફરી ધમધમતા થયા છે અને નર્મદા જિલ્લામાં માં પણ બે મહિના બાદ બજારો માં ખરીદી કરવા લોકો ની આવન જાવન શરૂ થઈ છે ત્યારે રાજપીપળા એસટી ડેપો માંથી પણ કેવડિયા,ડેડીયાપાડા, ભરૂચ,સુરત,ધરમપુર તરફ ની બસો શરૂ કરવામાં આવતા હાલ બહાર જતા કે આવતા મુસાફરો વધી રહયા હોય તેવા સમયે નર્મદા જિલ્લા માં કોરોના ના કેસ ના વધે તે બાબતે ખાસ કાળજી ના ભાગરૂપે રાજપીપળા એસટી ડેપો ખાતે સ્ટાફ અને મુસાફરો ને નિયમનું પાલન કરાવવા ખાસ કાળજી રખાતી હોવાનું જોવા મળ્યું હતું.બસો માં જતા આવતા મુસાફરો, ડ્રાઈવર,કંડકટરનું ગન દ્વારા ટેમ્પરેચર, દરેકના મો ઉપર માસ્ક, સોસીયલ ડિસ્ટન્સ સહિત ની બાબતે તકેદારી રાખવામાં આવી રહી છે.

(9:00 pm IST)