ડાકોરના ડુંગરા ભાગોળ વિસ્તારમા જુગાર રમતા બે શખ્સો પોલીસને હાથે ઝડપાયા:22હજારની રોકડ જપ્ત
ડાકોર: શહેરના ડુંગરા ભાગોળ વિસ્તારમાં નવી નગરી પાસે આવેલ ધીરૃભાઈ પટેલના પડતર ખેતરના શેઢા ઉપર કેટલાક ઈસમો ભેગા થઈ જુગાર રમતાં હોવાની માહિતી ડાકોર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ સાંજના સમયે દરોડો પાડયો હતો. જ્યાં લીમડાંના ઝાડ નીચે છાંયડામાં જુગાર રમતા ઈસમો પોલીસને જોઈ ભાગવા લાગ્યાં હતાં. આ નાસભાગ દરમિયાન દિલિપભાઈ ખોડાભાઈ હરીજન અને દિનેશભાઈ ઉર્ફે બોડો મેલાભાઈ વસાવા સહિત કેટલાક ઈસમો પોલીસને ચકમો આપી ખેતરાળ રસ્તે ભાગી છૂટવામાં સફળ બન્યાં હતાં.
જો કે પોલીસે સ્થળ પરથી બળવંતભાઈ ઉર્ફે ખોડો રમેશભાઈ હરીજન અને અજયભાઈ મનુભાઈ વસાવાને પત્તાપાનાનો જુગાર રમતાં રંગેહાથે ઝડપી પાડયા હતાં. પકડાયેલા આ બંને ઈસમોની અંગજડતીમાંથી રૃ.૨૨,૧૦૦ તેમજ દાવ પરથી રૃ.૫૬૦ મળી કુલ રૃ.૨૨,૬૬૦ ની રોકડ મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા બળવંતભાઈ ઉર્ફે ખોડો રમેશભાઈ હરીજન અને અજયભાઈ મનુભાઈ વસાવા તેમજ ભાગી છુટેલા પૈકી ઓળખાયેલા દિલિપભાઈ ખોડાભાઈ હરીજન અને દિનેશભાઈ ઉર્ફે બોડો મેલાભાઈ વસાવા મળી કુલ ચાર શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.