ગુજરાત
News of Saturday, 23rd May 2020

સુરતના રેડ ઝોન એવા રાંદેરમાં કાર લઈને નીકળેલ દંપતીએ મહિલા પોલીસ સાથે માથાકૂટ કરી દાદાગીરી કરતા દંપતીની ધરપકડ:ગુનો દાખલ

સુરત: શહેરમાં રેડ ઝોન રાંદેરમાં કરફ્યુના સમયે કાર લઈને નીકળેલા દંપતિએ મહિલા પોલીસ સાથે માથાકુટ કરીને દાદાગીરી કરી લોકોને ભેગા કરી દેતા દંપતી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાંદેર પોલીસ ગતસાંજે મહાનગરપાલિકાએ રેડ ઝોન જાહેર કરેલા રાંદેર પીપરડીવાળા સ્કુલ ત્રણ રસ્તા પાસે ફ્કિસ પોઈન્ટ ઉપર 7.15 ના અરસામાં એક કાર ( નં. જીજે-19-એએફ-9355 ) માં એક દંપતિ આવતા વુમન લોકરક્ષક પ્રિયંકાબેને અટકાવતા કારમાંથી નીચે ઉતરી દંપતિએ ગાળો બોલવા માંડી હતી. જેથી તેમને ક્યાં જાઓ છો ? કરફ્યુનો સમય શરૂ થઇ ગયો છે કહેવાતા યુવાને હું કોણ છું, તમે ઓળખતા નથી અને તમે પોલીસવાળા અમને કેમ પુછપરછ કરો છો કહી ઉંચા અવાજે બોલી લોકોને ભેગા કર્યા હતા. અન્ય પોલીસકર્મીઓએ દંપતિને સમજાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે માથાકૂટ ચાલુ રાખતા છેવટે રાંદેર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ સ્થળ ઉપરથી દંપતિને પોલીસ મથકે લઇ ગઈ હતી. પુછપરછમાં દંપતીની ઓળખ સાદાબ શબ્બીર ગોડીલ અને પત્ની ઝોહરા ( બંને રહે. 401, કાસીમ એપાર્ટમેન્ટ, વખાર ઓલી સ્ટ્રીટ રાંદેર, સુરત ) તરીકે થઇ હતી. રાંદેર પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(5:54 pm IST)