ગુજરાત
News of Saturday, 23rd May 2020

વડોદરામાં મનપાની કચેરીમાંથી દારૂની ખાલી બોટલનો જથ્થો મળી આવતા કોર્પોરેશન કચેરી શંકાના ઘેરામાં આવી

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલનો જથ્થો મળતા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. કોરોનાની મહામારી વચ્ચે ગરીબોને અનાજ મળી શકતું નથી પરંતુ અમીરોને દારૂ બિન્દાસ મળી રહે છે. વડોદરા મ્યુનિસિપલ કચેરી કેમ્પસમાં આવેલી ગુમાસ્તાધારાની ઓફિસ નીચેથી વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો છે. જોકે આ ઘટના અંગે પોલીસ અજાણ છે. એક જાગૃત નાગરિકે ઘટનાનો પર્દાફાશ કરતા તંત્ર હરકતમાં આવી ગયું છે.

(6:23 pm IST)