ગુજરાત
News of Saturday, 23rd May 2020

હાલોલ-વડોદરા રોડ પર વાઘોડિયા પોલીસે આઇસર ટેમ્પાને ઝડપી દારૂનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા:હાલોલ વડોદરા રોડ ઉપર લીલોરા ગામના બસ સ્ટેન્ડ પાસે એક આઈસર ટેમ્પોને વાઘોડિયા પોલીસે ઝડપી પાડી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે. પોલિસે ટેમ્પામાં તપાસ કરતા આ ટેમ્પાની પાછળના ભાગે બોડી અને ચેસીસ ની વચ્ચે એક લાંબુ ચોરખાનું બનાવ્યું હોવાનું જણાયુ હતું.

પોલીસે આ ચોર ખાનામાંથી દારૂની 507 નંગ બોટલો શોધી કાઢી કબજે કરી છે. દારૂનો જથ્થો રાજસ્થાનના ડુંગરપુર ખાતેથી હીરાલાલ નીનામા અને રૂપલ ડામોર ભરીને જતા હતા.

પોલીસે દારૂનો જથ્થો ટેમ્પો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડુંગરપુર ના બિછુવાડા તાલુકામાં બેચર ડામોર દારુ ભરાયો હતો તેમજ વડોદરાના કરચિયા ગામના લલિત પટેલને ત્યાં દારૂનો જથ્થો ઉતારવાનો હતો. પોલીસે આ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

(5:51 pm IST)