News of Saturday, 23rd May 2020
અમદાવાદના અમરાઈવાડીમાં લોકડાઉનની ઐસી કી તૈસી:પોલીસે લાખોની કિંમતનો 50 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદ:અમરાઈવાડી વિસ્તારમાંથી પોલીસે લાખોની કિંમતનો 50 પેટી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલ છે. કોરોનાની મહામારીના કારણે પોલીસ દ્વારા લોક ડાઉનના કડક અમલને લઈને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં અમરાઈવાડીમાંથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો મળી આવે છે. ઉલ્લેખનીય છે કે, આખા ગુજરાતમાં વાહન ચેકિંગ થતાં હોવા છતાં છેક અમદાવાદમાં દારૂનો જથ્થો કેવી રીતે આવ્યો તે તપાસનો વિષય છે.
(5:50 pm IST)