ગુજરાત
News of Saturday, 23rd May 2020

ધંધા-રોજગારમાં ગતિવિધી વધારવા અને લોકોને પૂરી મદદ કરવા સરકારની નેમ

વિજયભાઇના નેતૃત્વમાં કોરોનાલક્ષી શ્રેણીબધ્ધ પગલાઃ અશ્વિનીકુમાર

ગાંધીનગર તા. ર૩ :.. રાજયની મુખ્યમંત્રીના સચિવશ્રી અશ્વિનનીકુમારે પત્રકારોને આજની પરિસ્થિતિની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા કોરોના વાયરસના સમય દરમ્યાન પુરતા પ્રયાસો કરવામાં આવ્યા છે.

રાજય સરકાર હંમેશા રાજયના નાગરીકોને તકલીફ ન પડે તેવા પ્રયાસો કર્યા કર્યા છે. રાજય સરકાર દ્વારા જરૂરીયાતમંદ લોકોને પુરતા પ્રમાણમાં અનાજ પુરવઠો આપવામાં આવ્યો છે અને હજુ પણ  આપવામાં આવશે.

રાજય સરકાર દ્વારા વેપાર-ધંધા અને સરકારી તંત્ર પૂરતા પ્રમાણમાં ખૂબજ ઝડપથી કાર્યરત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા નગરજનોને કોઇ તકલીફ ન પડે તે માટે પૂરી કાળજી રાખવામાં આવી રહી છે.

રાજય સરકારની પોતાની પ્રથમ જવાબદારી લોકોને તકલીફ ન પડે અને લોકો શાંતિથી વેપાર ધંધા રોજગાર કરી શકે એ પ્રથમ અગ્રતા હોવી જોઇએ.

રાજય સરકાર પરપ્રાંતિઓને પોતાના વતન મોકલવામાં કયારેય પાછળ નથી રહી. રાજય સરકાર દ્વારા લોકોને પોતાના ઘરે પહોંચવામાં પૂરતી મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

રાજય સરકાર ગુજરાતની જનતા અને નાના મોટા વેપારીઓ પૂરતા પ્રમાણમાં ધંધા રોજગાર કરે તેવા પ્રયાસો સતત કરી રહી છે. આગામી દિવસોમાં રાજયોમાં ધંધા રોજગાર અને વેપાર ધંધા વધે તે માટે સરકાર દ્વારા પૂરતી મદદ કરવામાં આવી રહી છે.

રાજયમાં તમામ નાગરીકો પોતાના જનજીવનને પુર્ન ધબકતુ રહે તેવા પ્રયાસો સરકારના હંમેશા હોય છે. રાજય સરકાર પુરતા પ્રમાણમાંં મદદરૂપ થવા તૈયાર રહે છે. રાજય સરકાર પોતાનું રાજય અહી સલામત રહે તેવા પ્રયત્નો હંમેશા કરવા તત્પર હોય છે.

રાજય સરકાર પોતાના કર્મચારીઓને પુરતા પ્રમાણમાંં રક્ષણ આપવામાં તત્પર છે અને રાજય સરકારના કર્મચારીઓ પુરતી સક્ષમ હશે તો પ્રજાની સેવા કરી શકશે.

(3:57 pm IST)