ગુજરાત
News of Saturday, 23rd May 2020

નાંદોદ ના વાઘેથા ગામમાં લોકડાઉનમાં બર્થડે પાર્ટી કરવી ભારે પડી : ૯ યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ

વાધેથા ગામના ગીરીશ વસાવાના જન્મદિવસની પાર્ટીમાં સોસીયલ ડિસ્ટન્સના ધજાગર ઉડાડતા ઝડપાઇ ગયેલા નવ યુવાનો વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોનાના કેહેરમાં લોકડાઉનનો અમલ ચાલુ છે. સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ એ માટે સરકારે લગ્ન સહિતના શુભ પ્રસંગો સહિત જાહેર કાર્યક્રમો પર રોક લગાવી છે.નર્મદા પોલીસ પણ આ બાબતે બાઝ નજર રાખે છે જેમાં જાહેરનામાંનો ભંગ કરનાર રોજના કેટલાય લોકો સામે કાયદેસર કાર્યવાહી કરાઈ છે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ,જાહેરમાં મેળાવડા, બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા,માસ્ક પહેરવા જેવા અનેક નિયમોનુ કડક પાલન કરાવવા પોલીસ સતત કામગીરી કરતી હોય

તા.22 મેં ના રોજ વાઘેથા ગામમાં કેટલાક યુવાનો લોકડાઉન માં પણ બર્થડે પાર્ટી ઉજવી રહ્યાં હોવાની આમલેથા પોલીસને માહિતી મળતા પોલિસ એમની પાર્ટીમાં પહોંચી હતી.પાર્ટી ઉજવી રહેલા વાઘેથા ગામના જ યુવાનોમાં ગિરીશ સોમા ભાઈ વસાવા,સચિન પ્રેમસિંગ વસાવા,પરિમલ દાવનજી વસાવા, રીતેશ બચુભાઈ વસાવા ગોતમ રમેશ વસાવા,હિતેશ જગદીશ વસાવા, નિકેશ સુકીલાલ વસાવા, પ્રિટેશ દાવનજીભાઇ વસાવા, સુનીલ મહેન્દ્રભાઈ વસાવા (તમામ રહે. વાધેથા) ઓ રાત્રિના સમયે બર્થડે પાર્ટી માં એકઠા થઇ જમણવાર સાથેની આ પાર્ટી માં ભાગ લેતા હોઇ આમલેથા પો.સ્ટે.ના PSI એસ.ડી.પટેલે ટીમ સાથે ત્યાં પહોંચી આ તમામને ઝડપી નર્મદા જિલ્લા કલેક્ટરનાં જાહેરનામાંનાં ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

(3:51 pm IST)