ગુજરાત
News of Saturday, 23rd May 2020

કોરોના સામે સુરક્ષા : આયુષ મંત્રાલયના માર્ગદર્શન તળે રોગપ્રતિકારક શકિત વધારતી 'બુસ્ટર કીટ' તૈયાર

કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળી દ્વારા રૂ. ૩૦૦ના રાહતદરે વિતરણ

રાજકોટ તા. ૨૩ : ભારત સરકારના આયુષ મંત્રાલય ની ગાઈડ લાઈન મુજબ હોમિયોપેથી અને આયુર્વેદ ડોકટરોની ટીમ દ્વારા તૈયાર કરેલ 'IMMUNITY BOOSTER KIT' નુંઙ્ગઙ્ગજામનગર ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી આર.સી. ફળદુ, રાજય કક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને હસમુખભાઈ હિંડોચાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું. કોરોના જેવી મહામારીથી આખું વિશ્વ ભય હેઠળ છે ત્યારે હજારો વર્ષ જૂની આયુર્વેદઙ્ગ તથા હોમીયોપેથી પદ્ઘતિ દ્વારા કોરાના જેવા વાયરસ સામે રોગપ્રતિકારક શકિત વધારવા અને રક્ષણ મેળવવા માટેની ઘણી બધી આયુર્વેદ દવા તથાઙ્ગ હોમીયોપેથી દવા ઉપલબ્ધ છે. લોકોની રોગપ્રતિકારકશકિત જળવાય રહે તે હેતુથીઙ્ગ લોકાયુર્વેદ અને ડો. કે. ડી. ફાર્માના સહયોગ દ્વારા હોમીયોપેથી અને આયુર્વેદિકઙ્ગ કીટઙ્ગGMP સર્ટિફાઇડ કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા સહકારીઙ્ગમંડળી દ્વારા તૈયાર કરી માર્કેટમાં મૂકવામાં આવી છે. મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી આ સંપૂર્ણ કીટ બહેનોઙ્ગ દ્વારા બનાવવામાં આવી છે.

આ કિટ નહિ નફા નહિ નુકસાનના ધોરણે રૂ. ૩૦૦માં આપવામાં આવે છે. ઇમ્યુનિટી બુસ્ટર કીટ ખરીદી માટે (મો. ૯૬૩૮૩ ૫૦૮૩૮ / ૯૭૨૩૪ ૪૮૬૮૬) ઉપર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(2:56 pm IST)