હવે આવી ચોરીઓ પણ થશે : નવાઇ પામતા નહિ
સુરત : સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તરસ્કારો એ શટર ઉંચુ કરી ચોરી કરવા પ્રવેશ તો કર્યો પણ અહીંયા રોકડા રૂપિયા નહી મળતા આ તસ્કરો હોઝિયરી દુકાનમાંથી અંડરવેર-બનિયાનનાં ૨૫૦ બોક્ષ ચોરી કરી ભાગી છૂટ્યાં હતા. દુકાન માલિકે ઉધના પોલીસ મથકે દોડી જઇ અને અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ૧.૬૨ લાખની ચોરીની ફરીયાદ નોંધાવી હતી.
કોરોના વાઇરસને લઇને એક બાજુ લોકડાઉન ચાલે છે તેવામાં લોકો પોતાની દુકાનો બંધ રાખીને ઘર બેઠેલા હોય છે તેવામાં લોકો પોતાની દુકાનો બંધ રાખીને ઘર બેઠેલા હોય છે ત્યારે આ તકનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. રાજસ્થાનના વતની અને હાલ ઉધના રોડનં ૩ પર આવેલા શિવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં ફલેટનં ૧૦૪માં રહેતા ૩૮ વર્ષીય કાલુરામ રાયમલજી પ્રજાપતિ એપાર્ટમેન્ટના જ નીચે સાવરીયા હોઝીયરીના નામે દુકાન ધરાવે છે. તેમાં આ ચોરી થઇ છે.