ગુજરાત
News of Saturday, 23rd May 2020

સુરતમાં લૉકડાઉનમાં કોવિડ 19ની કામગીરી નહીં કરતા 400 શિક્ષકોને નોટિસ ફટકારાઇ

હેડ ક્વાટર્સ છોડવાની મનાઈ હોવા છતાં અનેક શિક્ષકો સુરત બહાર જતા રહ્યા

સુરત : કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લૉકડાઉન વચ્ચે કોવિડ-19ની કામગીરીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 400થી વધુ શિક્ષકોની કામગીરીમાં ઢીલ અને બેદરકારી જોવા મળી હતી. તંત્ર દ્વારા તેમને પોતાનું હેડ ક્વાટર્સ છોડવાની મનાઈ હોવા છતાં અનેક શિક્ષકો સુરત બહાર જતા રહ્યા હતા. આ ઉપરાંત તંત્ર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ પણ કામગીરી નથી કરવામાં આવી. જોકે કામગીરી દરમિયાન ગેરહાજર રહેતા તમામ શિક્ષકો એક યાદી તૈયાર કરીને તેમને નોટિસ આપવામાં આવી છે અને 400 જેટલા શિક્ષણ નોટિસ સાથે જવાબ પણ માંગવામાં આવ્યા છે.

કોરોના વાયરસને કારણે એક બાજુ લૉકડાઉન ચાલે છે. ત્યારે સુરત પર આવી પડેલી આફતમાં તંત્ર દ્વારા કોવિડ-19ની કામગીરીમાં મહાનગર પાલિકાના સ્ટાફ સાથે સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોને પણ જોડી દેવાયા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તમામ શિક્ષકોને પોતાનું હેડ ક્વાટર્સ સુરત ન છોડવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો. છતાંય કેટલાક શિક્ષકોએ આ આદેશને અવગણીને શિક્ષકો અમદાવાદ, વડોદરા કે અન્ય શહેરોમાં પહોંચી ગયા હતા.જોકે મહાનગર પાલિકા દ્વારા આ શિક્ષકો કામગીરી માટે ઓર્ડર કાઢ્યા માલૂમ પડેલ હતું કે, આદેશ વચ્ચે શિક્ષકો પોતાના હેડ ક્વાટર્સ હાજાર નથી સાથે સાથે તંત્ર દ્વારા કરવામા આવેલી કામગીરીમાં પણ કેટલાક શિક્ષકો હાજર હોવા છતાં કામગીરી કરી ન હતી. કેટલાક શિક્ષકોએ કામગીરી સોંપવામાં આવી હતી. તેમા બેદરકારી દાખવી હતી.

(1:20 pm IST)