News of Saturday, 23rd May 2020
ધરમપુરની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મના આરોપી કૌટુંબિક કાકા એવા ગૃહપતિના જામીન નામંજૂર
વલસાડ જિલ્લાના ધરમપુરના એક ગામમાં ધો.8માં ભણતી એક 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી દૂષ્કર્મ આચરનાર અને સગીરાના કુટુંબી કાકા એવા ગૃહપતિની વચગાળાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી
આ અંગેની વિગત મુજબ . હનમતમાળ સોનાર ફળિયાના રહીશ અને છાત્રાલયના ગૃહપતિ સુનિલ પાડવીએ સગીરાને લગ્નની લાલચ આપી છાત્રાલયની પાછળ લઇ જઇ દૂષ્કર્મ આચરતા તેની વિરૂધ્ધ ધરમપુર પોલિસ મથકે 4 એપ્રિલ 2019ના રોજ પોક્સો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.આ કેસમાં આરોપી સુનિલ પાડવીની જામીન અરજીની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી પોક્સો એક્ટ હેઠળના સ્પે.જજ એમ.આર.શાહે જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
(1:14 pm IST)