ગુજરાત
News of Saturday, 23rd May 2020

તીડ નિયંત્રણની કામગીરીનો પ્રારંભઃ કન્ટ્રોલ રૂમ કાર્યરતઃ આર. સી. ફળદુ

રાજકોટ તા. ર૩ :.. રાજયના ૯ જિલ્લામાં ૩૧ ગામમાં તીડનો ઉપદ્રવ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો કૃષિ વિભાગ અને ખેડૂતો દ્વારા તીડ નિયંત્રણની કામગીરી શરૂ કરાઇ છે. આ માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો હોવાનું કૃષિ મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું છે. તીડ પ્રભાવિત વિસ્તારમાં કોઇ પાકને નુકસાન થયું નહીં હોવાનો દાવો કરતા તેમણે કહયું કે, ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી. અત્યાર સુધીમાં રાજયમાં કુલ ૯ જિલ્લાના ૩૧ ગામોમાં તીડ જોવા મળ્યા છે. રાજયમાં કુલ ૧૯૦ હેકટર વિસ્તાર પૈકી ૧૧ર હેકટરમાં જંતુનાશક દવા દ્વારા નિયંત્રણ કામગીરી કરાઇ છે. ખેડૂતો દ્વારા કરાતા જંતુનાશક દવાના છંટકાવના ખર્ચને પહોંચી વળવા સહાય કરવા જરૂરી જોગવાઇ કરાઇ છે.

(11:42 am IST)