ગુજરાત
News of Saturday, 23rd May 2020

વિદ્યાર્થીઓને વેકેશનમાં મધ્યાહન ભોજનના બદલે રોકડા રૂપિયા અને અનાજ વિતરણ

રૂ.૧૭૦થી ૨૫૩ જેટલી રકમ સીધી ખાતામાં જમા થશે : ધો.૧ થી ૫માં વિદ્યાર્થીદીઠ રોજના રૂ.૪.૯૭ અને ૧૦૦ ગ્રામ ઘઉં-ચોખા તથા ધો.૬ થી ૮માં રૂ.૭.૪૫ અને ૧૫૦ ગ્રામ ઘઉં-ચોખા

ગાંધીનગર તા. ર૩ :.. રાજય સરકારે કેન્દ્રની સૂચના મુજબ સરકાર તથા મ્યુનિસીપલ કોર્પોરેશનો હસ્તકની તમામ પ્રાથમિક શાળઓમાં લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનના બદલે રસોઇ બનાવવાના ખર્ચની રકમ રોકડમાં અને ઘઉં-ચોખાનું વિતરણ કરેલ. એ જ સીલસીલો વેકેશનમાં જળવાઇ રહ્યો છે. તા. ૪ મે થી ૭ જુન સુધી ૩૪ દિવસના રૂપિય અને અનાજ અપાશે.

શિક્ષણ વિભાગના નાયબ સચિવ જે.એમ. મિસણના પરિપત્ર મુજબ ધો. ૧ થી ૫ના વિદ્યાર્થીઓને કુકીંગ કોસ્ટર તરીકે  રોજના ૪.૯૭ લેખે તથા ૫૦ ગ્રામ ચોખા અને ૫૦ ગ્રામ ઘંઉ આપવાના રહેશે. ધો. ૬ થી ૮ માટે આ પ્રમાણ અનુક્રમે રૂ. ૭.૪૫ અને ૭૫-૭૫ ગ્રામનું રહેશે.

(૨) શાળાના મુખ્ય શિક્ષક /શિક્ષક એસએમસી દ્વારા 'ફૂડ સિકયોરીટી એલાઉન્સ' ની નક્કી થયેલી  'કુકીંગ કોસ્ટ'ની રકમ વિદ્યાર્થી/વાલીઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે. તેમજ સ્થાન્કિ સંજોગોને લક્ષમાં લઇ સરકારશ્રીની માર્ગદર્શિકા  અનુસાર સોશ્યલ ીસ્ટન્સ ચુસ્તપણે જાળવી  સ્થાનિક શાળાના મુખ્ય શિક્ષક / શિક્ષકો મારફત નાયબ કલેકટર (મ.ભો.યો.) તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ  જિલ્લાના પુરવઠા તંત્રના પરામર્શમાં રહી અનાજ વિતરણની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. સરકારની સૂચના મુજબ રાજ્યભરમાં મધ્યાહન ભોજનના વિકલ્પની કામગીરી શરૂ થઇ ગઇ છે.

(11:48 am IST)