ગુજરાત
News of Saturday, 23rd May 2020

મુસાફરો માટે આનંદ : શનિવારથી રાજપીપળા એસટી ડેપો માંથી ભરૂચ,સુરતની બસ દોડતી થશે

ત્રણ દિવસથી જિલ્લા પૂરતી 22 જેટલી ટ્રીપો શરૂ થઈ હતી,જોક તેમાં એસટી વિભાગને ખોટ જ જતી હતી ત્યારે હવે ભરૂચની બે અને સુરતની એક બસ દોડશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : લગભગ બે મહિનાથી લોકડાઉનના કારણે વાહન વ્યવહાર બંધ થયા બાદ સમગ્ર રાજ્યમાં એસટી બસોના પૈડાં પણ થંભી ગયા હતા જે લોકડાઉન-૪ અમલમાં આવતા છેલ્લા 3 દિવસથી અમુક જિલ્લામાં જિલ્લા પૂરતી એસટી બસો શરૂ કરવામાં આવી હતી રાજપીપળા એસટી ડેપો માંથી પણ નર્મદા જિલ્લામાં અમુક રૂટ અને એક ધરમપુર રૂટની મળી 22 જેવી ટ્રીપો શરૂ થઈ જોકે નિયમ મુજબ સોસીયલ ડિસ્ટન્સ રાખવાના કારણે એક બસ માં 60% જ મુસાફરો બેસાડવાના હોય તેમાં પણ અડધી બસો ખાલી જતા લગભગ દરેક રૂટ માં ખોટ જ જતી હતી ત્યારે રાજપીપળા એસટી ડેપો માંથી શનિવાર થી ભરૂચ જવા માટે બે બસો અને એક બસ સુરત માટે શરુ કરવામાં આવશે ત્યારે મુસાફરો માટે આનંદ ના સમાચાર કહી શકાય.

 રાજપીપળા એસટી ના ડેપો મેનેજર પી.પી.ધામા એ જણાવ્યું કે શુક્રવારે સવારે ભરૂચ માટે એક બસ મોકલી હતી અને શનિવાર થી સવારે ૭ વાગે અને ૧૦ વાગે આમ બે બસો ભરૂચ જશે જ્યારે સવારે ૮:૩૦ કલાકે એક બસ સુરત પણ ઉપડશે આમ શનિવાર થી ભરૂચ,સુરત ની 3 બસો શરૂ કરવામાં આવી છે.

(8:16 pm IST)