ગુજરાત
News of Saturday, 23rd May 2020

હવે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સંજય ઝા કોરોનાની ઝપેટમાં: રિપોર્ટ પોઝીટીવ

તેમનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા,: લોકોએ આ ટ્રાન્સમિશનને હળવાશથી ન લેવું જોઈએ

 

અમદાવાદ : દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે  સામાન્ય માણસથી લઈને અનેક દેશના મોટા વ્યક્તિઓને રોગચાળાએ ઝપેટમાં લીધેલો જોવા મળે છે. હવે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સંજય ઝા પણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે, શુક્રવારે તેમણે જાતે ટ્વિટ કરીને અંગે માહિતી આપી હતી.

સંજય ઝાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે તે કોરોના વાયરસ પરીક્ષણમાં તેમનો રિપોર્ટ પોઝિટીવ જોવા મળ્યો છે. સંજય ઝાએ માહિતી આપી છે કે તેમનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા હતા, તેઓ આવતા 10 થી 12 દિવસ સુધી હોમ કવોરન્ટાઈનમાં રહેશે. કોંગ્રેસના પ્રવક્તાએ અપીલ કરી છે કે લોકોએ ટ્રાન્સમિશનને હળવાશથી લેવું જોઈએ. , રીતે દરેક પ્રકારની સાવચેતી રાખવી

  . અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા પણ કોંગ્રેસના કેટલાક નેતાઓ કોરોના વાયરસનો ભોગ બન્યા છે. અગાઉ ગુજરાત કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખનું પણ કોરોના વાયરસને કારણે અવસાન થયું છેતેમને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

(11:18 pm IST)